Google, IBM & Meta Certificates – 40% Off
One Coursera Plus subscription covers most Professional Certificates on Coursera.
Unlock All Certificates
આ કોર્સ માહિતી કાયદો, પોલિસી અને સમાજ એટલે કે Information Law, Policy and Societyનો પરિચય, સૈદ્ધાંતિક જ્ઞાન અને આધુનિક માહિતી વ્યવસ્થાપનના કાનૂની, નૈતિક અને નીતિગત પાસાઓને સમજવા માટે જરૂરી વ્યવહારુ અને સામાજિક વિકાસનું જ્ઞાન પૂરું પાડે છે. જે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિષયનાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકો માટે ગ્રંથાલયના વિવિધ ક્ષેત્રો જેવાકે: ડેટા, માહિતી, જ્ઞાન અને વિઝડમ તેમજ માહિતી પ્રત્યાયન મીડિયા, ચેનલો અને સિસ્ટમો અને મોડેલો, ગ્રંથાલય કાયદોઓ/ધારાઓ, ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ સૂત્રો, ગ્રંથાલય વ્યવસાયિક સંગઠનો અને સંસ્થાઓ જેવાકે: GGSS, ILA, IASLIC, ALA, ASLIB, SLA, CILIP, અને IFLA તેમજ ભારત, યુ.કે. અને યુ.એસ.એ.ના ખાસ સંદર્ભમાં ગ્રંથાલયોનો સામાજિક અને ઐતિહાસિક પાયો અને વિકાસ, માહિતી સમાજ અને વૈશ્વિકરણના વિવેચનાત્મક સિદ્ધાંતો, અને વિવિધ પ્રકારના ગ્રંથાલયો જેવાકે: સાર્વજનિક ગ્રંથાલય, શૈક્ષણિક ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયો, તેમજ સંશોધન અને વિકાસમાં ગ્રંથાલયોની ભૂમિકા અને જ્ઞાનના સ્થાનિક પ્રવેશદ્વાર તરીકે ગ્રંથાલયના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત માહિતી નીતિ-EU અને WSIS, ઈ-ગવર્નન્સ અને ઈ-લોકશાહી આધારિત માહિતી સમાજનાં વિકાસ અંગે સમજણ પૂરી પાડવામાં આવેલ છે. તેમજ ગ્રંથાલય ક્ષેત્રોનાં અને માહિતી સમાજનાં વિકાસની સાથે સામાજિક જીવનમાં ઉપયોગી એવાં વિવિધ કાયદાઓ જેવાકે: Copyright Act, Intellectual Property Right (IPR) Act, Right to Information, Human Rights, Plagiarism and Anti plagiarism વગેરે જેવાં મહત્વના પાસાઓ દ્વારા ઉપભોક્તાઓમાં સામાજિક, વ્યાવસાયિક અને શૈક્ષણિક વિકાસ કરવાનો મહત્વનો હેતુ છે. આ કોર્સનું માળખું UGC NET, GSET, અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના સાથે સીધું સુસંગત હોવાથી તેની તૈયારી કરવાં માટે આ કોર્સ અત્યંત ઉપયોગી અને મદદરૂપ બની રહેશે.